fbpx
ગુજરાત

સુરતમાં ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ૬૬ લાખની ઠગાઇમાં પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી

શહેરના એલ.એચ રોડ પર રહેતા પિતા-પુત્રએ હીરાના વેપાર માટે અને ભાઈને ડ્રગ્સના કેસમાંથી છોડાવવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી ૬૬.૨૫ લાખ ઉછીના લઇ ઓહ્યા કરી ગયા હતા. આ મામલે ક્રાઇમબ્રાંચે હીરા વેપારી નિકુલ ઠુમ્મર અને તેના પિતા પ્રવિણ ઠુમ્મર(રંગ અવધૂત સોસા,એલએચરોડ)ની ચીટીંગના ગુનામાં ધરપકડ કરી છે. ૩ વર્ષ પહેલા નિકુલ ઠુમ્મર સાથે ટેક્સ કન્સલટન્ટની મિત્રતા થઈ હતી. મિત્રતામાં નિકુલે ધંધા માટે ૩૩.૭૫ લાખ અને બાદમાં બીજા ૨૨.૫૦ લાખ લીધાં ટેક્સ કન્સલટ્‌ન્ટ પાસે ઉછીના લીધાં હતાં.બાદમાં નિકુલે તેના ભાઇને ડ્રગ્સમાં કેસમાં છોડાવવાના નામે ૧૨ લાખ લઇ કન્સલટન્ટ પાસેથી કુલ ૬૬.૨૫ લાખ લઇ હાથ ઊંચા કરી દીધા હતા.

Follow Me:

Related Posts