ગુજરાત

સુરતમાં ટેન્કરે બાઈક સવાર અડફેટે લેતા ૬૦ ફૂટ ઘસડતા પતિ પત્નીના મોત, બાળકી ગંભીર, રસ્તો બંધ કરી ગ્રામજનોનો વિરોધ

સુરતમાં ટેન્કર ચાલકો બેફામ દોડતા હોવાની વારંવારની ફરિયાદ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.વરીયાવથી ઉતરાણ જતા રોડ પર કોરીવાડ ગામ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલ દંપત્તી અને તેની પાંચ વર્ષની બાળકીને પાછળથી ટેન્કર ચાલકે અડફેટે લીધું હતું. બાદમાં ૬૦ ફૂટ ઘસડ્યું હતું. જેને લઇ દંપત્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે બાળકીને ચમત્કારિક બચાવો થતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળ્યો છે, અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવા રસ્તાઓ બ્લોક કરીને વિરોધ દર્શાવ્યો છે. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના વરીયાવથી ઉતરાણ તરફ જઈ રહેલા રોડ પર કોરીવાડ ગામની સીમમાં ગંભીર અકસ્માત થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગોથાણ ગામનો પરિવાર મોટર સાયકલ પર પસાર થઈ રહ્યો હતો.

દરમિયાન પાછળથી ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું. પતિ પત્ની અને પાંચ વર્ષની બાળકી મોટરસાયકલ પર જઈ રહ્યું હતું. જેને ડમ્પર ચાલકે અડફેટે લેતા પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વર્ષની બાળકીનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા જહાંગીરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ વરીયાવ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં જ્હાંગીરપુરા પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી આવીને તપાસ શરૂ કરી અને આ ઘટનામાં પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને ટેન્કરને કબ્જે કર્યું છે. જ્યારે ઘટના સ્થળ પર મોતને ભેટનાર પતિ પત્નીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોલીસે હાલ તો આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts