સુરતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું નિધન થયું છે. શહેરના અઠવા વિસ્તારમાં ૪૨ વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. ટેલરિંગનું કામ કરતાં જયેશભાઈ પટેલ આજે સવારે બાથરૂમમાં ન્હાવા જતા હતા ત્યારે અચાનક અટેક આવ્યો હતો.જેના કારણે ઢળી પડતાં પરિવારજનો સારવાર અર્થે નવી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ ઘરમાં કમાવાવાળા એકના એક હતા. પતિના નિધનથી પત્નીએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
સુરતમાં ટેલરિંગનું કામ કરતાં વ્યક્તિનું હાર્ટએટેકથી મોતસવારે બાથરૂમમાં ન્હાવા જતા અચાનક અટેક આવ્યો



















Recent Comments