સુરતમાં ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ તેજ બની: ૧૧ હજારથી વધુ ટેસ્ટિંગ થયા
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૧ સેન્ટર પર જ જ્યારે ૧૨૯ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૮ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૩ સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે ૧૮૩ જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યો છે. ટેસ્ટિંગ પણ ૧૧ હજાર જેટલું કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૩,૯૮૫ થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે ૧૮૩ સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે. શહેરમાં ૪ અને જિલ્લામાં ૩ કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૯૮૫ થઈ ગઈ છે. બુધવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. બુધવારે શહેરમાંથી ૨ અને જિલ્લામાંથી ૧ મળી ૩ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૮૪૨ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૭ થઈ છે. મહાપાલિકાના ફરજિયાત વેક્સિન અંગે ચાલતા ચેકિંગમાં બુધવારે તમામ ઝોન, મુગલીસરા વડી કચેરી, ગોપીતળાવ, સિટી-બીઆરટીએસ બસ, ટી.પી. વિભાગ, સ્વિમિંગ પૂલ ખાતે મળી કુલ ૧,૦૮,૩૫૫ લોકોનું ચેકીંગ કરાયું હતું, તેમાં કુલ ૧,૦૦,૭૨૧ વ્યક્તિઓ વેક્સિનેટેડ મળ્યા હતા. પરંતુ ૭૪૭૫ વ્યક્તિઓ વેક્સિન વગરના ઝડપાતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જ્યારે મુઘલીસરા સહિતના અન્ય ઝોનમાં ૧૫૯ ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો. જ્યારે મુઘલીસરા વડી કચેરીએ ૩૫ વ્યક્તિને ગેટ પર વેક્સિન આપી પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે અઠવા ઝોનમાં ૩૧, લિંબાયતમાં ૨૪, અને વરાછામાં ૬૯ ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો.ખાનગી સ્થળો પર પ્રથમ દિવસે ચેકિંગમાં મોલમાં ૩૧૩૪, મલ્ટિપ્લેક્સમાં ૧૧૭૭ તેમજ જીમ અને અન્ય ઓફિસોમાં ૧૧૦૭ મળી કુલ ૫૪૧૮ લોકોનું વેરિફિકેશન થયું હતું.
Recent Comments