fbpx
ગુજરાત

સુરતમાં ડી.આર.આઈ વિભાગનાં મોટા ઓપરેશનમાં અંદાજે ૮૦ કરોડનું સોનાની ધરપકડ કરવામાં આવી

સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) વિભાગને મોટી સફળતા મળી છે. ડ્ઢઇૈંએ સુરત રેલ્વે સ્ટેશનથી અમદાવાદથી મુંબઈ જઈ રહેલા બે શખ્સોને ૧૦ કિલો સોના (૧૦ દ્ભખ્ત ય્ર્ઙ્મઙ્ઘ) સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે. ડીઆરઆઈએ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશને વોચ રાખી હતી, માહિતી મુજબ બે શખ્સો અમદાવાદ એરપોર્ટ પર જંગી મત્તાના સોના સાથે ઊતર્યા હતા.

અમદાવાદ એરપોર્ટથી બંને જણા મુંબઈ ટ્રેનથી જઈ રહ્યા હતા. દરમિયાન ડ્ઢઇૈં સુરતની ટીમે ભરૂચ, અંકલેશ્વર રેલવે સ્ટેશને ટીમો મોકલી સુરત રેલ્વે સ્ટેશન આવે એ પહેલા ચાલુ ટ્રેનમાં બંને શખ્સોની અટકાયત કરી હતી. ડ્ઢઇૈંએ ૧૦ કિલો સોના સાથે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. હાલ બંને શખ્સો દુબઈથી સોનું લાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે રૂપિયા ૮૦ કરોડ છે. દાણચોરીના સોનાની હાલ બધા પાસાઓથી તપાસ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સીઓ હાલ કંઈ પણ કહેવનાનો ઈન્કાર કર્યો છે. અગાઉ સુરત એરપોર્ટ પરથી સોનાની વધુ એક સ્મગલિંગ ઝડપાઈ આવી છે, આ સ્મગલિંગ દુબઈથી સુરત આવતી સુરત-શારજાહની ફ્લાઈટમાં થઇ હતી, બેલ્ટના બક્કલમાં ૧૫૦ ગ્રામ એટલે યુવકના બેલ્ટમાંથી રૂ ૧૧ લાખનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું.

Follow Me:

Related Posts