સુરતમાં ડ્રગ્સ નાબૂદી જાગૃતિ માટે યોજાઈ ભવ્ય મેરેથોન
સુરતમાં ડ્રગ્સ નાબૂદી જાગૃતિ માટે યોજાઈ ભવ્ય મેરેથોન વધતા જતા ડ્રગ્સ વ્યસન ની નાબુદી જાગૃતિનાં ભાગરૂપે મોટા વરાછા ખાતે ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત રવિવારે વહેલી સવારે વરસતા વરસાદમાં ૪ કિમિ ની આ મેરેથોનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વિસ્તારની સોસાયટી પ્રમુખશ્રી, જાગૃત નાગરિકો કુલ મળીને ૫૦૦૦ સભ્યોએ ભાગ લીધો હતો.
સુરત શહેર ગુજરાતનાં વિકાસમાં ખુબ આગળ વધી રહ્યું છે ત્યારે ઘણા બધા યુવાનો ડ્રગ્સ નાં રવાડે ચડી ગયા છે એ પણ વાસ્તવિકતા છે. યુવા વર્ગ ઘણી બધી ક્રિએટિવિટી કરી શકે છે વ્યસનથી દૂર રહી યુવાશક્તિનો જો વ્યવસ્થિત રીતે સદઉપયોગ થાય તો રાષ્ટ્રનાં વિકાસ માટે તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે ત્યારે યુવાનો વ્યસન છોડી સારા કાર્યમાં આગળ વધે એ જેના જાગૃતિનાં ભાગરૂપે આ આયોજન કરાયું હતું રામચોક મોટા વરાછા થી પ્રારંભ થયેલી આ મેરેથોનમાં રોલર સ્કેટિંગ ઇન્ડિયાની ટિમ, બાસ્કેટ બોલ ટિમ, શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ નવ ફૂટનું ચંદ્રયાન ૩, બેન્ડ, દ્રગ્સ અવેરનેસનાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ઉદ્યોગપતી શ્રી વલ્લભભાઇ સવાણી, લવજીભાઇ બાદશાહ, કાનજીભાઈ ભાલાળા, દિનેશભાઇ નાવડીયા, સી.પી.વાનાણી, શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા,શૈલેશભાઇ રામાણી, હીરેનભાઈ ખેની ની સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક આગેવાનો, સામાજીક અને રાજકીય આગેવાનો એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Recent Comments