fbpx
ગુજરાત

સુરતમાં તપાસ પહેલા જ પોલીસે ગાંજાનો છોડ સળગાવી દીધો

સુરત સિવિલ હોસ્પિટલ હાલ વારંવાર વિવાદમાં આવી રહી છે. ક્યારેક કર્મચારીઓ સાથે તાનાશાહીભર્યું વર્તન તો ક્યારેક દારૂની બાટલીઓને લઈ તો ક્યારેક કિડની હોસ્પિટલનું બેઝમેન્ટ તળાવમાં ફેરવાયું જેવા અનેક વિવાદો બાદ હવે ગાંજાના છોડ મળી આવતાં સિવિલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊભા થયા છે. હાલ સરકાર નશામુક્ત ગુજરાત બનાવવા માટે ભાગદોડ કરી પોલીસ પાસે ખડેપગે કામ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત ગાંજાના છોડ સુરત સિવિલ કેમ્પસમાં જ મળી આવ્યા હોવાની ચર્ચાએ તંત્રની ભાગદોડ અને ચિંતા વધારી દીધી છે. એક જાગ્રત નાગરિકે દાવો કર્યો છે કે આ છોડ ગાંજાનો છે. નશો કરતા ઈસમોએ પણ છોડ ગાંજાનો હોવાનું કહી રહ્યા છે. ૭-૮ મહિનાનો છોડ ૫ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવી રહ્યો હતો.

આ છોડ એમઆઈસીયુ પાછળ આવેલા જંગલી જાડી-ઝાખરામાંથી મળી આવ્યો છે. જાગ્રત નાગરિકનું કહેવું છેકે આવા છોડની વાવણી પર પ્રતિબંધ છે એટલે મારું કામ તંત્રને જાગ્રત કરવાનું છે. બાકી તપાસમાં જે નીકળ્યું એ વિશે મારો દાવો છે કે આ છોડ ગાંજાનો જ છે.સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. છોડ ગાંજાનો જ હોવાથી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે એક મોટો વિવાદ છેડ્યો હતો. લગભગ ૭-૮ માસના છોડની હાઈટ ૫ ફૂટથી વધારે હોવાનું સામે આવ્યું છે. હાલ એક જ છોડ મળી આવ્યો હોવાનું જાગ્રત નાગરિકે જણાવ્યું હતું, સાથે સાથે આ બાબતે આરએમઓને પણ જાણ કરી હોવાનું કહ્યું છે. જાેકે સરકારી હોસ્પિટલ કેમ્પસમાં ગાંજાના છોડ ઊગી આવ્યા હોવાથી અજાણ આરએમઓના કાને આ વાત પહોંચતાં જ દોડતા થઈ ગયા છે.

દરમિયાન પોલીસ દ્વારા છોડને સળગાવી દેવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું છે. ખૂબ જ ગંભીર બાબત છે, એની ચોક્કસ તપાસ કરીશું. જાેકે સ્થળ મુલાકાત કરતાં કોઈ અજાણ્યા પોલીસ કર્મચારીઓએ છોડ ઉખાડી ૧૦ મીટરમાં જ સળગાવી દઈ નિકાલ કરી દેતાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. કેતન નાયકે જણાવ્યું હતું કે હું આ છોડને સિવિલના ગાર્ડન વિભાગ અને વન વિભાગને મોકલી ચકાસણી કરાવવાની તૈયારી કરી રહ્યો હતો. હવે છોડની ડાળ અને મળી આવેલા પાંદડા મોકલી ચેક કરાવીશ અને કુદરતી વાવણી કે કોઈએ વાવણી કરી છે એની તપાસ કરાવીશ. સિવિલ હોસ્પિટલમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હોવાની જાણ બાદ સુપરિન્ટેન્ડેન્ટ આશ્ચર્યમાં પડી ગયા હતા. જાેકે પોલીસ કમિશનર ફેટનેશ માટે સિવિલ આવતાં આખું તંત્ર એમાં વ્યસ્ત થઈ ગયું હતું. પોલીસ કમિશનર અજય તોમરની મુલાકાત દરમિયાન જ ગાંજાના મળી આવેલા છોડને લઈ ભાગદોડ મચી ગઇ હતી. જાેકે કુદરતી રીતે ગાંજાનો છોડ ઊગી નીકળ્યો હોવાનું હાલ પ્રાથમિક ધોરણમાં બહાર આવ્યું હોય શકે છે, એવું તબીબી અધિકારીઓનું માનવું છે. જાેકે તપાસ કરાશે એવું નામ ન લખવાની શરતે કહી રહ્યા છે.

Follow Me:

Related Posts