સુરતમાં તબીબો પ્રાધ્યાપકોએ પડતર માંગણીઓ મુદ્દે સાયકલ રેલી કાઢી વિરોધ કર્યો

ગુજરાત રાજ્યના તબીબો પ્રાધ્યાપકોની છેલ્લા સાત વર્ષથી પડતર માંગણીને લઈને રજુવાત બાદ પણ છેલ્લા એક અઠવાડિયાથી મંત્રના અને એક દિવસના ધરણા બાદ આજથી તબીબી પ્રાધ્યાપકો નોન કોવિડ સર્વિસીસ બંધ કરીને આજે સાઇકલ રેલી કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જાેકે, આગામી ૧૪ કલાકમાં સરકાર તેમની માંગણી નહિ સ્વીકારે તો આવતી કાલથી કોવિડ સાથે ઇમરજમ્સી સર્વિસ બંધ કરી આંદોલાન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યના સરકારી મેડિકલ કોલેજ ખાતે તબીબી પ્રાધ્યાપકો પગાર સહિતના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાળનું રણશીંગુ આજથી ફુંકીયું છે. જાેકે, આ પ્રશનોને લઈને છેલ્લા સાત વર્ષથી કરવામાં આવતી રજુવાત બાદ પણ સરકાર તેમની માંગણી નહિ સ્વીકારતી હોવાને લઇને કોરોના કાળમાં જાે હડતાલ કરવા આવે તો નુકસાન દર્દીને થતું હોવાને લઈને છેલ્લા સાત દિવસથી સરકાર સામે મંત્રણા કરવામાં આવી રહી છે. જાેકે, સરકારની આંખ ઉગાડવા માટે થોડા દિવસ પહેલા તબીબી પ્રાધ્યાપકો એક દિવસના ધારણા સાથે ઉપવાસ આંદોલન કરી સરકારને ચેતવણી આપી હતી.
આ ચેતવણી બાદ પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા આજથી સુરત મેડિકલ કોલેજના તબીબ પ્રાધ્યાપકો દ્વારા એક સાઇકલ રેલી કાઢીને નોન કોવિડની કામગીરી બંધ કરી નાખવામાં આવી છે. જાેકે આગામી ૨૪ કલાકમાં સરકાર તેમની માંગણી નહિ સ્વીકારેતો આવતી કાલથી કોવિડ સાથે ઈમરજણસી સર્વિસ બંધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Recent Comments