કોરોનાની મહામારી ભૂલીને સુરતીલાલાઓ શ્રીજીના આગમન માટે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. ગયા વર્ષે કોરોનાની મહામારી ને પગલે ગણેશ મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી ન હતી. જ્યારે આ વર્ષે ચોક્કસ ગાઇડલાઇન્સ ના પાલન સાથે શ્રીજીની ભક્તિ માટે છૂટછાટ મળતા ગણેશભક્તોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. શહેરભરમાં ચાલુ વર્ષે શ્રીજીની સ્થાપના કરવાના ર્નિણયને પગલે ડેકોરેશન અને પ્રતિમાઓ બનાવનારા બાદ હવે ફૂલના વ્યવસાય કરનારાઓને પણ ચાંદી થવા પામી છે. સાર્વજનિક મંડળો દ્વારા મોટાપાયે ફૂલહાર અને ડેકોરેશન માટે ગુલાબોના અને વિવિધ ફૂલો સાથેના શણગાર ઓર્ડર આપવામાં આવતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સુરત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી ના બીજા તબક્કાની અસર હવે ભૂતકાળ બની ચૂકી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કોરોના ની સાથે ગણેશોત્સવની પરવાનગી આપવામાં આવતા સાર્વજનિક મંડળોમાં ખૂબ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સુરત શહેરમાં અને જિલ્લામા શ્રીજીની સ્થાપના કરીને ૧૦ દિવસ સુધી ધામધૂમથી પૂજા-અર્ચના કરનારા સાર્વજનિક ગણેશ મંડળોની સંખ્યા ચાલુ વર્ષે ૨ હજારથી ૨૫૦૦ સુધી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશોત્સવના પ્રારંભ સાથે જ મોટાભાગના મંડળ દ્વારા એક અઠવાડિયા પહેલા જ ફ્લાવર માર્કેટના વેપારીઓ ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે.
જાેકે ચાલુ વર્ષે ગુલાબ અને ગલગોટા સહિતના ફૂલોની કિંમતમાં દોઢથી બે ઘણો ભાવ વધારો હોવાના કારણે મંડળોના બજેટ સીધી અસર જાેવા મળી રહી છે. અડાજણ ખાતે ફ્લાવર માર્કેટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનું કહેવું છે કે પહેલાં જે ગુલાબ ૨૦૦ રૂપિયા કિલોની આસપાસ મળતા હતા તેનો ભાવ કિલોએ ૩૦૦ રૂપિયા પહોંચી ચૂક્યાં છે. આ સિવાય ગલગોટા પણ પહેલા ૧૦૦ થી એકસો વીસ રૂપિયા કિલો ની આસપાસ મળતા હતા. તે હવે ૨૦૦ રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. ફક્ત એક ફ્લેવર માર્ટના વેપારી પાસે સરેરાશ રોજના ૫૦ થી ૬૦ કિલો ગલગોટા અને ૧૫ થી ૨૦ કિલો ગુલાબ નું વેચાણ થતું હોય છે.
Recent Comments