સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર સચિનના એક યુવાને ટ્રેન સામે પડતું મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. ભાઈએ દારૂ ન પીવા બાબતે ઠપકો આપતા મોનુએ આવું પગલું ભર્યું હોવાનું મોટાભાઈ સોનુંએ જણાવ્યું હતું. ૧૦ દિવસથી દારૂ પીવાની કુટેવ સામે આવી હતી. ૨૨ વર્ષની ઉંમરે દિવસ દરમિયાન દારૂ પીવું યોગ્ય નથી.એવું કહી સમજાવ્યો જ હતો ને દુકાન પરથી અચાનક ગાયબ થઈ ગયાના ૩૦ મિનિટમાં જ અંતિમ પગલુ ભરી પરિવારને રડતો છોડી ગયો, આ કંઈ દારૂ પીવાની કે આપઘાતની ઉંમર ન હતી, એની સગાઈની વાત ચાલતી હતી લગભગ પાક્કું જ હતુ.મોનુના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થયેલા પરિવારે જણાવ્યું હતું. સોનું વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મોનુ મારો નાનો ભાઈ હતો. મીલમાં નોકરી કરતો હતો. ૧૦ દિવસથી જ દારૂ પીતો હોવાનું અને એ પણ દિવસ દરમિયાન એની ખબર પડી હતી. વારંવાર કહ્યું કે, શું પ્રોબ્લેમ છે. પણ કશું બોલતો ન હતો. ગુરુવારની બપોરે દારૂ પી દુકાન પર આવ્યો હતો. બસ એ વાતને લઈ સમજાવ્યો કે, દારૂ પી દુકાન પર આવશે તો ગ્રાહક નહિ આવે, મમ્મીએ કહ્યું હતું કે, આવું કેમ કરે છે, બસ એ વાતનું માઠું લગાડી નજર ચૂકતા જ દુકાન પરથી ચાલી ગયો હતો. અમે શોધખોળ પણ કરી, ફોન કર્યા તો કહેતો હું આવું છું, ૩૦ મિનિટ બાદ ભેસ્તાન રેલવે સ્ટેશન પરથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, મોનુ ટ્રેનની અડફેટે આવ્યો છે. રેલવે ટ્રેક પરથી ઇજાગ્રસ્ત મોનુને ૧૦૮ની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા તો ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યો હતો. કાનપુરના રહેવાસી છીએ. ત્રણ ભાઈઓમાં મોનુ બીજા નંબરનો દીકરો હતો. ભાડાની દુકાનમાં કરિયાણા સ્ટોર ચાલુ કર્યો હતો. પત્નીને પ્રસુતી થઈને ૭ દિવસ જ થયા હતા. નામ કરણ વિધિ પહેલા જ ભાઈએ આવું પગલું ભરતા પરિવાર શોકમાં સરી પડ્યો હોવાનું સોનુંએ વધુમાં જણાવ્યું હતું.
સુરતમાં દારૂના રવાડે ચડનાર ભાઈને મોટાભાઈએ ઠપકો આપતા આપઘાત કર્યો


















Recent Comments