સુરત શહેરમાં સતત મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આવા સ્નેચરોને પકડી પડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. દારૂના વ્યસનને પૂરું કરવા માટે પૈસાની જરૂર હોય અને આ પૈસા સીધા રસ્તે નહીં પર સરળતાથી મળે તે માટે સુરતના બે યુવાનોએ મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. જાેકે, આ બંને યુવકો હાલ સુરતની ઉમરા પોલીસની પકડમાં આવી ગયા છે. પકડાયેલા આરોપીઓએ ચાર જેટલા ગુનાની કબુલાત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ ૧૧ જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં દરરોજ મોબાઇલ સ્નેચિંગની અસંખ્ય ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સતત આ ઘટનાઓમાં વધારો થવાની સાથે જે લોકોનો મોબાઇલ સ્ટેચિંગ થયું હોય છે તે લોકો એફઆઇઆર નોંધાવતા હોય છે, ત્યારે આવા મોબાઇલ સ્નેચરોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સતત અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગમાં રહી મોબાઈલ સ્નેચિંગ કરતાં હોય તેવા લોકોને ઝડપી પાડવા માટે ટીમો તૈયાર કરવામાં આવી છે.
સુરતની ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, બે યુવાનો સઈદ હારૂન શેખ અને રિઝવાન ઉર્ફે કાલીયા રિયાઝ સૈયદ નામના બે શખ્સો મોબાઇલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે આ શખ્સોની ધરપકડ કરી દીધી હતી. જાેકે, પકડાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન તેમણે ઉમરામાં એક, રાંદેરમાં બે, અડાજનમાં એક, મળી કુલ ચાર જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરતાં પોલીસને માહિતી મળી હતી કે, પકડાયેલા આરોપીમાં સહીદ દારૂ પીવાનો શોખીન હતો અને દારૂ પીવા માટે પૈસાની જરૂર હોવાને લઈને તે પોતાના મિત્ર રિઝવાન સાથે મળીને મોબાઈલ સ્નેચિંગનું કામ કરતો હતો. શહીદ સામે સુરતના અડાજન, ખટોદરા, ડિંડોલી, રાંદેર, ખટોદરા અને ઉમરામાં મળી કુલ ૧૧ જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે. જ્યારે રિઝવાન વિરુદ્ધ સુરતના ઉમરા અને પાંડેસરામાં મોબાઇલ્સ સ્નેચિંગના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. જાેકે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ ગુના ઉકેલાય તેવી આશંકા સુરતની ઉમરા પોલીસે વ્યક્ત કરી છે.
Recent Comments