fbpx
ગુજરાત

સુરતમાં દિવ્યાંગ લારીવાળાને જાહેરમાં દંડા ફટકારતો વિડીયો વાયરલ

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાંનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ કેળાંનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા, જેથી આસપાસમાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

પૂર્વ નગરસેવક દયાશંકરસિંહના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારીવાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયઇલ થયો હતો. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે.

ત્યારે વકીલ પર હુમલો થયાના ગણતરીના દિવસોમાં જ ડિંડોલીમાં કેળાં વેચતા કિશોરને જાહેરમાં દંડા ફટકારવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts