સુરતમાં નણંદોઈએ સાગરિત સાથે મળી તાંત્રિક વિધિનાં નામે પરિણીતા પર ગેંગરેપ કર્યો
તંત્ર અને મેલી વિદ્યાને લઇ ગુજરાત સરકારે વિધેયક પસાર કર્યું તે જ દિવસે ડીંડોલીમાં ૨૧ વર્ષીય ત્યક્તા તંત્રવિદ્યાના નામે ગેંગરેપનો ભોગ બન્યાનો ગુનો ડીંડોલી પોલીસ મથકે નોંધાયો છે. પાંચ મહિના પહેલાં છૂટાંછેડા આપનાર પતિ અને તેના બંને સંતાનો સાથે તંત્રવિદ્યાથી પુનઃ મિલન કરાવી આપવાનું જણાવી નણંદોઈએ સાગરિત સાથે મળી ડિંડોલીની ૨૧ વર્ષીય ત્યક્તા પર ગેંગરેપ કર્યો હતો. બળાત્કારનું મોબાઈલમાં શૂટિંગ કરી લઇ યુવતીની માતા અને તેના સ્વજનોને વાયરલ કર્યો હતો. પોલીસે આ મામલે બન્ને નરાધમની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.
મહારાષ્ટ્રની વતની અને હાલ ડીંડોલી વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય ત્યક્તાને ગત ૧૨મીએ મહારાષ્ટ્રનાં ધુલીયા જિલ્લાના પીંપલનેરમાં રહેતાં નણંદોઈ પ્રવિણ શંકર સુર્યવંશીનો ફોન આવ્યો હતો. આ યુવતીને પાંચ મહિના પહેલાં પતિએ છૂટાં છેડાં આપી દીધા હતા. બંને સંતાનો પણ પતિ સાથે રહેતા હતા. પોતે ત્યાં આવીને એક તાંત્રિક પાસે લઇ જશે તે વિધિ કર્યા બાદ પતિ અને બાળકો સાથેનો સંસાર ફરીથી પૂર્વવત થઈ શકશે તેવું જણાવી ઘરે આવ્યો હતો અને તેને ત્યાં જ રોકાયો હતો. રાત્રે નવેક વાગ્યાના અરસામાં મોહિતે નણંદોઈની હાજરીમાં જ કપડાં કાઢવાનું કહ્યું હતું.
ઈન્કાર કરતાં આ બંનેએ ડંડાથી ફટકારી નગ્ન કરી ગેંગરેપ કર્યો હતો. આખી રાત આ સિલસિલો ચાલ્યો હતો. બીજા દિવસે સવારે ધમકી આપી જતાં રહેલાં બંનેએ બાદમાં પોત પ્રકાશ્યું હતું. આ ત્યક્તા સાથે કરેલાં ગેંગરેપનું મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હતુ અને તેને યુવતીની જ માતા અને સંબંધીઓને મોકલી બદનામી કરતાં તે ગતરોજ ડીંડોલી પોલીસ મથકે પહોંચી હતી. પોતાની સાથે તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણંદોઈ સહિત બે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
Recent Comments