સુરતમાં નવજાતને કચરાના ઢગલામાં પ્લાસ્ટીકની થેલીમાંથી મળી

થેલીમાં બાળકી લોહીથી લોથપોથ હાલતમાં હતી. રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. જાેકે આ બાબતે ૧૦૮ના ઈસ્એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે ઈસ્ઈ (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ભરત ઠાકોરે જણાવ્યું હતું કે સાહેબ, હું તો શ્રમજીવી છું, નોકરી પર જતો હતો. ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થતું રહ્યું હતું. ખોલીને જાેયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી. બાળકીને એક થેલીમાં એ પણ લોહીથી ખરડાયેલી હાલતમાં જાેઈ હૃદય ધ્રૂજી ગયું હતું. તાત્કાલિક ૧૦૮ને ફોન કર્યો અને રિક્ષાવાળા પાસે ચાદર લઈ તેને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું. ત્યાર બાદ બાળકીને તાત્કાલિક ૧૦૮માં બેસાડી સિવિલ લઈ આવ્યા તો ડોક્ટરોએ એને દ્ગૈંઝ્રેંમાં રિફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે. ડો. ઉમેશ ચૌધરી (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે બાળક લગભગ તાજું જન્મેલું એટલે કે ૪-૫ કલાક પહેલાં જ જન્મેલું હોય એમ કહી શકાય છે. બાળકીનું વજન લગભગ ૧.૬ કિલો ઉપરનું હોય શકે એમ કહી શકાય છે. હાલ બાળકીને દ્ગૈંઝ્રેંમાં દાખલ કરાઈ છે અને તેણે જન્મ લેતાં ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે. ૧૦૮ ઈસ્ (ભેસ્તાન લોકેશન)એ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી કે ફોટો મીડિયામાં ન આપવા બાબતે ઈસ્ઈ (સુપરવાઇઝર)એ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે. ઈસ્ને મીડિયાથી દૂર રાખવા પાછળના ઈસ્ઈના આવા વલણ સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. ડો. વિજય શાહ (બાળ નિષ્ણાત)ના રેસિડન્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકના શ્વાસ- હૃદયના ધબકારા હાલ નોર્મલ છે. બાળકનું વજન ૧.૬ કિલો છે. આ બાળક થોડી કલાકો પહેલાં જન્મ્યું હોય એવી શક્યતા છે. હાલ બાળકને ફિડિંગ કરાવવાની જરૂર હોય છે. જાેકે, ત્યજી દેવાયું હોવાથી બાળકને ઉપરથી દૂધ પીડાવાશે.સુરતમાં ફરી એકવાર નિષ્ઠુર જનેતાની ક્રૂરતા સામે આવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં જન્મેલી એક નવજાત બાળકીને માતાએ પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રડી રહેલી બાળકીનો અવાજ રાહદારીના કાને આવતાં નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે.
Recent Comments