fbpx
ગુજરાત

સુરતમાં નવી સિવિલ ખાતે રેમડેસિવિર મેળવવા દર્દીના સ્વજનોની લાંબી કતાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા દર્દીના સ્વજનો અને હોસ્પિટલના અધિકૃત પ્રતિનિધિઓની લાંબી કતારો જાેવા મળી હતી. કલેક્ટરનો આદેશ હોવા છતાં દર્દીના સ્વજનો હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા જાેવા મળ્યાં. સ્વજનોએ ઇન્જેક્શન મેળવવા નવી સિવિલ હોસ્પિટલમાં આવવાનું નથી તેવી જાહેરાત પણ કલેક્ટરે કરી છે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં ખાનગી હોસ્પિટલો દર્દીના સ્વજનોને નવી સિવિલ હોસ્પિટલ મેળવવા મોકલી રહ્યાં છે.


બીજી તરફ ઇન્જેક્શન ખૂટી પડવાના કારણે ખાનગી હોસ્પિટલના અધિકૃત વ્યક્તિઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં પૂરતા ઇન્જેક્શન આપવામાં નથી આવી રહ્યાં. રાત્રીના ૩ વાગ્યાથી ઇન્જેક્શન લેવા માટે આવી પહોંચેલા દર્દીના સ્વજનોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે તંત્ર તરફથી સુવ્યવસ્થિત સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ દર્દીના સ્વજનો કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts