સુરતનાં સચિન વિસ્તારમાં માતાએ નવો મોબાઈલ ફોન ન લઈ આપતા ૧૯ વર્ષીય યુવકે આપઘાત છે. યુવક નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માતા પાસે જીદ કરતો હતો. માતાએ યુવકના ૧૦ દિવસ બાદ જન્મદિવસ હોવાથી નવો મોબાઈલ ફોન લઈ આપવા જણાવ્યું હતું. યુવકને જન્મદિવસ પહેલા નવો એન્ડ્રોઇડ ફોન નહીં લઈ આપતા ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમાર શર્મા શહેરના સચિન જીઆઇડીસી ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટીમાં પરીવાર સાથે રહે છે.
સંજીવ કુમાર શર્માનો ૧૯ વર્ષનો પુત્ર પારસ શર્માનો ૧૦ દિવસ બાદ જન્મદિવસ હતો. જેથી પારસ માતા પાસે જન્મદિવસ પહેલા એન્ડ્રોઇડ મોબાઇલની માંગણી કરતો હતો. માતાએ મોબાઇલ ફોન નહીં લઈ આપતા યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરણ જનાર પારસના પિતા સંજીવ કુમાર શર્મા સચિન જીઆઇડીસી ખાતે લુમ્સ ખાતામાં કામ કરે છે. સાથે જ માતા અને મોટો ભાઈ કુણાલ શર્મા પણ નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મરણ જનાર પારસનો ૧૦ દિવસ બાદ જન્મદિવસ હતો. જ્યારે જન્મદિવસ પહેલા જ પારસ પરિવાર પાસે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ની માંગણી કરતો હતો. કેટલાક દિવસથી માતા પાસે નવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન લેવા માટે જીત લગાવીને બેઠો હતો. માતાએ નવો મોબાઈલ ફોન નહીં લઈ આપતા ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Recent Comments