સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે. લોકો વધુને વધુ નશાની દુનિયા તરફ આગળ વધી રહ્યાં છે. કારણ કે સુરતમાં ડ્રગ્સના જથ્થો સતત પકડાઈ રહ્યો છે અને આરોપી પણ યુવા વર્ગ જાેવા મળે છે. જેના પરથી કહેવાય કે, સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત ૪ શખ્સોને ૮ લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.
હાલ ગુજરાત પોલીસ વડા દ્વારા જે ડ્રગ્સ બાબતે ગુજરાતમાં ડ્રાઈવ રાખવામાં આવી તે બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રગ્સની ફેરફેરી કરતા લોકો અને ટોળકીને વોચમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડી એમ રાઠોડની ટીમને માહિતી મળી હતી કે મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો મુંબઈથી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા છે. ત્યારે ડીંડોલીના ટી પોઇન્ટ ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારણે રોકી તપાસ કરતા ૭૯૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને કારમાં એક મહિલા પણ સવાર હતી. મહિલા સહિત ચાર લોકો મુંબઈથી આ ડ્રગ્સ લાવી સુરત વેચવાના ફિરાકમાં હતા.
આમ સુરતમાં વધીર રહેલા ડ્રગ્સના ચલણને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સ સાથે ત્રણે લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ કમલેશ શાંતિલાલ દુગડ સાડીનો વેપાર કરતો હતો. પણ છેલ્લા ઘણા સમયથી આ વેપારના કોઈ ખાસ ન હોવાથી તેના મિત્રો સાથે મળી આ ડ્રગ્સના વેપારમાં ઝંપલાવ્યું હતું અને મુંબઈથી ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે મુંબઈના એક બારમા કામલેશને મિત્ર ક્રિષ્નાદત દુબે સાથે પૂજા ગુપ્તા નામની મહિલા સાથે કોન્ટેક્ટ થયો હતો. આ વેપારમાં આ પૂજા પણ જાેડાઇ. આમ છેલ્લા એક વર્ષથી આ લોકો સાથે મળીને મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતા હતા. આટલા પ્રમાણ ડ્રગ્સ આ ટોળકી પાસેથી ક્યાંથી આવ્યો અને સતત એક વર્ષથી કેવી રીતે લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Recent Comments