fbpx
ગુજરાત

સુરતમાં પતિએ આત્મહત્યા કરી સ્યૂસાઈડ નોટમાં પત્નિને બીજા લગ્ન કરવા કહ્યું

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ઘોડદોડ રોડ ખાતે આવેલા એક જ્વેલરી શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો ૩૪ વર્ષીય કપીલ સંતોષ તિવારીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. કપીલના પરિવાર એક પુત્રી અને પત્ની છે. ગત રોજ ૨૪ ફેબ્રુઆરીએ પુત્રી ટ્યુશન ક્લાસ એ ગઈ હતી અને પત્ની રેખાને બહેનપણી સાથે બજારમાં મોકલી કપિલે પોતાના ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

ખટોદરા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, કપિલે પોતાના મોબાઈલ ફોનમાં એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે પત્નીને બીજા લગ્ન કરવા વિનંતી કરી હતી. પોલીસને આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, હાલ ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts