ગુજરાત

સુરતમાં પત્ની બાળકો સાથે પિયર જતા માનસિક તણાવને લીધે ગળેફાંસો ખાદ્યો

આજના યુગમાં કોઈ વ્યક્તિને સહનશક્તિ જેવી ચીજ ન રહેતા રોજ બરોજ કોઈને કોઈ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યું છે ત્યારે સુરતના જહાંગીરપુરા વરિયાવ ગામમાં પાલિકાના સફાઈ કર્મચારીએ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિવાર લગ્નમાં ગયા બાદ દિલીપ ગોહિલે દારૂ પી આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય એવું અનુમાન છે.

જ્યારે પારિવારિક ઝઘડાને લઈ દિલીપના પત્ની બાળકો સાથે પિયર ચાલી ગયા હોવાથીમાનસિક તણાવમાં હતો. જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જયેશ ગોહિલ એ જણાવ્યું હતું કે દિલીપ નાનુભાઇ ગોહિલ (ઉ.વ. ૪૬) ૧૫ વર્ષથી પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. પરિવાર લગ્ન પ્રસંગમાં ગયું હતું. પરત ફરતા દિલીપ ઘરમાં લટકતી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટના બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પારિવારિક ઝઘડાને લઈ દિલીપના પત્ની બાળકો સાથે પિયર ચાલી ગયા હતા. જેને લઈ દિલીપ માનસિક તણાવમાં રહેતો હતો. આપઘાત પાછળ પણ પરિવારની જુદાઈ હોય શકે છે. આ સાથે છેલ્લા થોડા દિવસોથી કામ પર ગેરહાજર રહેતા પાલિકાએ નોટિસ પણ આપી હતી. જાેકે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Related Posts