સુરતમાં પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈએ યુવકની હત્યા કરી

સુરતના ખજાેદ વિસ્તારમાં બની રહેલા ડાયમંડ બુર્સની બિલ્ડિંગમાં કલર કામ કરતા શ્રમિકે બીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈની તેના ભાઈએ જ હત્યા કરી છે. ગળું દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીએ મૃતદેહને ગોડાઉનમાં કલરના ડબ્બા પાછળ સંતાડી દઈને ઉપર સિમેન્ટની ગૂણો મૂકી દઈ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક વિશે તેના મામાએ પૂછતાં હત્યાના આરોપી ભાણેજે કહ્યું કે મેં તેની હત્યા કરી છે. હત્યા અંગે મામા ઈમરાને પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે મારી પત્ની સાથે તે વાત કરતો હોવાથી તેની હત્યા કરી છે. હાલ સમગ્ર હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક વસીમના મામા ઈમરાને કહ્યું, ખજાેદા ખાતે નિર્માણાધીન ડાયમંડ બુર્સના બિલ્ડિગમાં કલરકામ કરી રહ્યા હતા.
ગત રોજ બપોરે જમીને ફરી કામે ચડ્યા ત્યારે વસીમ કામ પર આવ્યો નહોતો, જેથી સમીરની પૂછ્યું હતું. સમીર અને વસીમ માસિયાઈ ભાઈ છે. સમીરે કહ્યું હતું કે મેં તેની હત્યા કરી છે. હત્યાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે મારી પત્ની સાથે વાત કરતો હોવાથી તેની હત્યા કરી છે. મૃતક ૧૦ દિવસ અગાઉ જ વતન યુપીથી આવ્યો હતો. મૃતકના લગ્ન નહોતા થયા. આ ઘટના અંગે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણે જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સમાં કલરકામ કરીએ છીએ. ત્યાં બન્ને ભાણિયા વસીમ અને સમીર કામ કરતા હતા.
હું ઉપરના માળે કામ કરી રહ્યો હતો. ૧૨.૩૦ કલાકે સમીરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે વસીમ પાણી પીવા માટે ગયો છે. ત્યાર બાદ પરત આવ્યો નથી. જે મેં તેને કહ્યું કે ત્યાં જ હશે, તું જાે, તારી સાથે તો કામ કરતો હતો. ત્યાર બાદ તે શોધવા પણ ગયો હતો અને એ પછી ૧ વાગે અમે ઘરે જમવા ગયા હતા. ત્યાર બાદ સમીર પણ ઘરે આવી જાય છે. ત્યારે ફરી એક વખત મેં સમીરને વસીમ અંગે પૂછ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે વસીમ મને મળ્યો જ નથી અને પાછા ૨ વાગ્યે અમે જમીને બિલ્ડિંગમાં કામ અર્થે ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ તેની લાશ મળી આવી હતી.
Recent Comments