fbpx
ગુજરાત

સુરતમાં પાટલોટની સમજદારીથી દુર્ઘટના ટળી

સુરત એરપોર્ટ પર મંજૂરી વિના પોલીસ મોકડ્રીલ માટે ઘુસી હતી, પરંતુ પોલીસ જણાવી રહી છે કે, મંજૂરી વિના મોકડ્રીલ શક્ય જ નથી. જાે આ દુર્ઘટના સર્જાઈ હોત તો અમરેલીથી સુરત આવેલી વેન્ચુરાની ફ્લાઇટમાં ૧૧ મુસાફરોના જીવ જાેખમમાં મૂકાઈ શકતા હતા. પરંતુ પાયલોટે અનુભવના હિસાબે ૫૭ મિનિટ પછી રન-વે ખાલી કરાવ્યા બાદ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ૨૮મી નવેમ્બરના રવિવારે વેસુ તરફના રનવે પર વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ લેન્ડ થનારી હતી. તે રન-વે પર સુરત પોલીસની પાંચ જીપ લાઇનમાં જ સુરત એરપોર્ટના ફાયર સ્ટેશનથી રનવે પર પહોંચી હતી. પરંતુ ફ્લાઈટ લેન્ડ થવામાં જ હતી ત્યારે પાઇલટે ૮૦૦ ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જાેતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. અને ફ્લાઈટને પાછી આકાશમાં લઈ ગયો હતો. ત્યારબાદ આખી ઘટનાની જાણ એટીસીને કરાઈ હતી, અને પોલીસને જાણ કરી એક કલાકમાં રનવે ખાલી કરાવ્યો હતો. એ પછી ફ્લાઇટ લેન્ડ થઈ હતી. આ ઘટનામાં પાયલોટે ફરિયાદ કરતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. જાેકે સુરત એરપોર્ટના ઓફિસરોને જ સોપાતા તેમણે આખો મામલો સુરત પોલીસ પર ઢોળ્યો હતો અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતી બચી હતી. સુરત એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી ‘ને છ્‌ઝ્રએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે ૮૦૦ ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જાેતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં મોટી ગંભીરતાને જાેતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ બીજી બાજુ ડ્ઢય્ઝ્રછને આપેલા રિપોર્ટમાં દોષનો ટોપલો પોલીસ પર ઢોળાયો છે.

Follow Me:

Related Posts