ગુજરાત

સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસ નિમીતે ૬૦ મહિલાઓને કેન્દ્ર સરકારની સમર્થ તાલીમ યોજનામાં આર્ત્મનિભર બનાવાઈ

ઁસ્ નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સમર્થ તાલીમ યોજનામાં મહિલાઓને આર્ત્મનિભર બનાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. ટેકસ્ટાઈલ મંત્રી દર્શના જરદોશ દ્વારા સુરતની મહિલાઓને રોજગારી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા. સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા ૬૦ જેટલી મહિલાઓને આર્ત્મનિભર બનાવવામાં આવી.

સુરતના અલગ-અલગ ૮ ઝોનમાં યોજના શરૂ કરાઈ છે. તૈ પૈકી ૪૮૦ બહેનો એક બેંચમાં તાલીમ લે છે. એક તાલીમ કેન્દ્રમાં ૬૦ મહિલાઓને ૬ ટીચરે તાલીમ આપી. ટ્રેનિંગ લેનારને ૪૫ દિવસ બાદ ૧૩ હજાર ૫૦૦ મળશે. મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડ વર્ક અને જરદોશી વર્કને દેશ વિદેશ એરપોર્ટ ખાતે પ્રદર્શનમાં મુકાય છે. સામગ્રી વેચી જે રૂપિયા આવશે તે મહિલાને આપવામાં આવશે.

Related Posts