સુરતમાં પુણ્યતિથિ એ ૨૩૦ બોટલ રક્તદાન ૮૦૦ શ્રોતા ઓએ કેન્સર જાગૃતિ શિબિર માં ભાગ લીધો
સુરત વડસક પરિવાર આયોજિત રક્તદાન કેમ્પ માં ૨૩૦ બોટલ એકત્રિત થયું કેન્સર જાગૃતિ સેમિનાર માં ૮૦૦ શ્રોતા ભાગ લીધો સુરત કતારગામ આંબાતલાવડી ખાતે સામાજિક કાર્યક્રમ નું સફળ આયોજન બોટાદ જિલ્લા ના તાજપર ગામ ના હાલ સુરત વડસક પરિવાર ના ગૃહલક્ષ્મી સ્વ મુકતાબેન દેવરાજભાઈ વડસક તેવો દામનગર બુધેલીયા પરિવાર ના પુત્રીરત્ન નું કેન્સર ની બીમારી માં તાજેતર માં દેહાંવસાન થયું કેન્સર ની સારવાર દરમ્યાન સ્વ મુકતાબેન ના પુત્ર રત્ન જયેશ ને ઘણી જ જાણકારી મળી ઘણું આત્મ ચિંતન થયું લોહી ની વારંવાર ની જરૂરિયાત ઉભી થતી રહી આથી એક સંકલ્પ કર્યો કે વ્યસન મુક્તિ તથા કેન્સર માટે સમાજ જાગૃતિ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું નક્કી કર્યું આ સંકલ્પ ના ભાગ રૂપે પ્રથમ ચરણ માં તા૧૦/૧૦/૨૧ ને રવિવારે સ્વ મુકતાબેન વડસક ની પુણ્યસ્મૃતિ કેન્સર જાગૃતિ સેમિનાર તથા બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન માં નિષ્ણાંત કેન્સર તબીબી ડો નિકુંજ વિઠલાણી એ વકત્વમાં જણાવ્યું દર છ માસે નેમોગ્રાફી અને સ્કેનિગ કરાવવા પહેલા સ્ટેજ માં કેન્સર પકડાય શકે છે ઉપરાંત રહેણી કહેણી અને ખાણી પીણી ઉપર પ્રકાશ પાડી લોકો ને જાગૃત રહેવા સમજ આપી હતી અને યુવાનો ને વ્યસન થી દુર રહેવા દર્દ ભરી અપીલ કરી હતી સમાજ જાગૃતિ માટે યથા યોગ્ય પ્રયત્ન માટે તત્પરતા સાથે એમ ડી ફિજીશિયન ડો ઘનશ્યામ મોતીસરિયા તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક ડો બ્રિજેશ નારોલા એ આરોગ્ય વિષયક મનનીય માર્ગદર્શન સાથે સુંદર સેવા આપી આ કેમ્પ માં ૨૩૦ બોટલ રક્તદાન થયું હતું સ્વ મુકતાબેન ના પુત્ર રત્ન જયેશ વડસકે સર્વ રક્તદાતા ઓનો સહહદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સ્વર્ગીય માતૃશ્રી સ્વ મુકતાબેન ના દેહાંવસાન થી સદગત ને અનોખી શ્રદ્ધાજંલી આપતો સેવાયજ્ઞ યોજી યુવાનો ને વ્યસન મુક્તિ રહો નો અનુરોધ કર્યો હતો “બીજા ની નસો માં દોડતું રક્ત” એટલે સૌથી મોટું પરમાર્થ છે રક્તદાન કરનાર રક્તદાતા ઓ પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કરતા નિષ્ણાંત તબીબો ના માર્ગદર્શન હેઠળ કેન્સર જાગૃતિ શિબિર યોજી માનવતાવાદી અને પ્રેરણાત્મક સંદેશ વડસક પરિવારે અનોખી પુષ્પાજંલી આપી સમસ્ત માનવ સમાજ ને સુંદર સંદેશ આપ્યો છે
Recent Comments