સુરતમાં પૂલ પરથી પડેલો યુવક ૧૪ કલાક કીચડમાં ફસાયેલો રહ્યો
(જી.એન.એસ)સુરત,તા.૧૪
સુરતમાં જીવન જ્યોત ખાડીના કીચડમાં ફસાયેલા યુવાનને ફાયરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. સિવિલ લવાયેલા યુવકે કહ્યું કે, ૧૪ કલાક બૂમો પાડતો રહ્યો કોઈએ સાંભળ્યું નહિ, સવાર પડતા એક બિલ્ડીંગની ગેલેરીમાં યુવકને હાથ કરી ઈશારાથી મદદ કરવા કહ્યું અને ૫ મિનિટમાં ફાયર આવી ગઈ તો જીવ બચ્યો નહિતર ઠંડીથી ધ્રુજારી શરૂ થઈ ગઈ હતી. લોકોએ કહ્યું કે, ચોરી કરવા આવેલા બે પૈકી એક પકડાઈ જવાના ડરથી ખાડીમાં કૂદી ગયો હતો.
અંધારામાં ચોરી કરવા આવ્યા હતા. લોકોની નજર પડયા બાદ બૂમાબૂમ થઈ જતા બન્ને જીવ બચાવી ભાગી ગયા હતા. લોકો બન્ને ચોર પાછળ દોડ્યા હતા. ત્યારે એક ભાગી ગયો હતો. બીજાે ખાડીમાં કુદી પડ્યો હતો. અંધારું હોવાથી લોકો એ કોઈ દરકાર લીધી ન હતી. સિવિલમાં સારવાર દરમિયાન પીડિત ઇસમે પોતાનું નામ સંતોષ નુરાની કહ્યું હતું. પોતે યુપીવાસી હોવાનું અને સાડી પર ટીક્કી ચોંટાડવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. અઠવાલાઇન્સ પાર્કમાં ફરીને ઘરે જતી વખતે પૂલ ઉપરથી કોઈએ પાછળથી ધક્કો મારી દેતા ખાડીમાં પડી ગયો હતો. બચાવો બચાવોની બૂમો પાડતો રહ્યો પણ કોઈને સંભળાય નહિ, આખી રાત એટલે કે,
૪ કલાક ખાડીના ગંદા પાણીમાં બે પિલર વચ્ચે ભેગા થયેલા કીચડ-કચરા વચ્ચે રહ્યો, ઠંડી અને ધ્રુજારી શરૂ થઈ ગઈ હતી.
સવાર પડતા જ ફરી બૂમાબૂમ શરૂ કરી, આખરે ખાડી કિનારે એક બિલ્ડીંગની ગેલેરીમાં આવેલા યુવકની નજર પડતા મેં ઈશારા કરી મદદની પુકાર લગાડીને ફાયર આવી ગઈ તો જીવ બચ્યો હતો કોઈ વ્યક્તિ જીવન જ્યોત ખાડી નીચેના બે પિલર વચ્ચે કીચડ ફસાયો હોવાથી ઈશારા કરી મદદ માંગી રહ્યો હોવાની જાણકારી મળી હતી.તાત્કાલિક માન દરવાજા ફાયર સ્ટેશનના જમાદાર પ્રકાશભાઈ પવારે ઘટના સ્થળે દોડી ગઈ મહા મુસીબતે યુવાનને બહાર કાઢી ગંભીર ઇજાને લઈ ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ મોકલી આપ્યો હતો. યુવક કીચડ અને કચરામાં કમર સુધી ફસાયેલો હતો. જેમ તેમ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ૧૦૮ની મદદ થી સિવિલ મોકલી આપ્યો હતો. ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી. કશું પણ બોલવાના લાયક ન હતો.
Recent Comments