સુરતના સોસ્યો સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા કર્મચારીઓ આ બંને યુવકોને માર મારી પોલીસને હવાલે કર્યા હતા. જાેકે, કથિત રીતે ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર કરાવવાને બદલે પોલીસે લોકઅપમાં પૂરી દેતાં બેમાંથી એક યુવકનું મોત થયું છે. આ ઘટનામાં પોલીસની બેદરકારીનો આક્ષેબપ લાગી રહ્યો છે. તો સામે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જાેકે સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી વીડિયોમાં કથિત રીતે દારૂ પીધેલા યુવકની ધોલાઈ કરતા દૃશ્યો સામે આવ્યા છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, જાણે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી હોય તેવો ઘાટ સજાર્ેયો છે. લોકોને કાયદાની બીક ન હોય તેમ સામાન્ય બાબતે મારામારી અને જીવલેણ હુમલાઓ સુધી પહોંચી જાય છે. કદાચ આ મારામારીની ઘટના ઓ મોટું સ્વરૂપ લઇ લેતી હોવાથી જ આવી ઘટનાઓ સામે આવે છે.
દરમિયાનમાં સુરતના સોસયો સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ પર ગત રોજ રાત્રે બે યુવાનો દારૂનાં ચિક્કાર નશામાં પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. જાેકે, પ્રાપ્ત અહેવાલો મુજબ અહીંયા સામાન્ય બાબતે બોલાચાલી થતાં પેટ્રોલ પમ્પનાં કર્મચારીઓ અને આ બંને યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
જાેકે, પેટ્રોલ પમ્પના કર્મચારીઓ એકત્ર થયા બંને યુવાનોને માર મારી પોલીસના હવાલે કર્યા હતા. દરમિયાનમાં ગંભીર ઈજા પામેલા આ બંને યુવાનોને સારવાર અર્થે લઇ જવાની જગ્યા પર પોલીસે આ બંને યુવાનોને પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂરી રાખ્યા હતા જેમા બેમાંથી એક યુવકનું મોત થયું હતું.
Recent Comments