fbpx
ગુજરાત

સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

આવનાર લોકસભા ની ચૂંટણી ને લઈ પોરબંદર વિધાનસભા ભાજપ નું સ્નેહમિલન સુરત માં યોજાયું હતું. આ આવસરે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.માંડવીયાએ તમામ મતદાતાઓને ફરજીયાત મતદાન કરવા અપીલ કરી હતી. સુરતમાં પોરબંદર વિધાનસભા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ જેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા પોરબંદર વિધાનસભાના લોકસભાના ભાજપ ના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી ઇતિહાસ બદલવા જઈ રહી છે કારણ કે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી બાદ આ પહેલી ચૂંટણી છે જેથી આગામી ૨૫ વર્ષમાં વિકસિત ભારતનું રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન નો સંકલ્પ છે તે મુજબ આવનારા પાંચ વર્ષ મહત્વના સાબિત થશે. આ સાથે સાથે વડાપ્રધાને આ ચૂંટણીને લઈને પાંચ પ્રણ લીધા છે જેમાં વિકસિત ભારત સાથે ગુલામીના પ્રતીક નાબૂદ કરવાનો પ્રણ પણ પ્રધાનમંત્રીએ લીધો છે જેથી અંગ્રેજાે દ્વારા બનાવવામાં આવેલા ૧૨૦૦ કાનુન બદલી ભારતીય કાનૂન કરવામાં આવ્યા છે સાથે સાથે ૨૦૪૭ માં વિકસિત ભારતનો ગોલ એચિવ કરવાનો છે.

Follow Me:

Related Posts