fbpx
ગુજરાત

સુરતમાં પોલીસને મળી મોટી સફળતા ૧.૫ કરોડનું ડ્રગ્સ સાથે ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ગુજરાતના પોરબંદરમાં ડ્રગ્સની રિકવરી બાદ પોલીસે શનિવારે સુરત શહેરમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતના સુરતમાં શનિવારે બે અલગ-અલગ જગ્યાએથી આશરે રૂ. ૧.૫ કરોડની કિંમતનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં બે જગ્યાએથી ‘મેફેડ્રોન’ ડ્રગ ઝડપાયું હતું. આ ઉપરાંત ૫ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પેટ્રોલીંગ દરમિયાન પોલીસને સફળતા મળી પોલીસે જણાવ્યું હતુ કે પેટ્રોલિંગ દરમિયાન, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ હજીરા-સયાન રોડ પર બાઇક ચલાવી રહેલા તામીર શેખ (૨૦) અને સાહિદ દિવાન (૧૯) નામના બે વ્યક્તિઓ પાસેથી ૯૭૪ ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યો હતો. તેની અંદાજિત કિંમત ૧ કરોડ રૂપિયા છે. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને એક ખેતરમાં છુપાઈ ગયા, પરંતુ લગભગ ૬ કલાકના સર્ચ ઓપરેશન પછી પકડાઈ ગયા. સંબંધિત કેસમાં, ૫૫ લાખ રૂપિયાની કિંમતનો ૫૫૪ ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો હતો અને વધુ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ ડ્રગ મુંબઈથી ખરીદી હતી.

અધિકારીએ ૩ની ઓળખ ઈરફાખાન પઠાણ, મોહમ્મદ રફીક અને અસ્ફાક કુરેશી તરીકે કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ૫ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ ચાલી રહી છે. અગાઉ શુક્રવારે એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, પોરબંદરની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં આશરે ૭૦૦ કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો અને ઈરાની હોવાનો દાવો કરતા ૮ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન દ્ગઝ્રમ્, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (છ્‌જી) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. દ્ગઝ્રમ્ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ મેથામ્ફેટામાઇન, જે સિન્થેટિક રિક્રિએશનલ ડ્રગ છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૨,૫૦૦-૩,૫૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જણાવી દઈએ કે, આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૩,૪૦૦ કિલો વિવિધ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે અત્યાર સુધીમાં ત્રણ કેસમાં ૧૧ ઈરાની અને ૧૪ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts