fbpx
ગુજરાત

સુરતમાં પોલીસે ટ્રકમાંથી ૩૩૫૦ દારુની બોટલ સહિત ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં ભેસ્તાન ભગવતી નગર એસ્ટેટના એક પ્લોટમાં પાર્ક ટ્રકમાંથી પોલીસ ૩૩૫૦ નગ દારૂની બોટલ કિતમ રૂપિયા ૮ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડી ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા ૫ ને ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર દમણના કુખ્યાત સપ્લાયર્સ ને વોન્ટેડ બતાવ્યો છે.


પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે, દમણથી દારૂનો મોટો જથ્થો ટ્રકો અને ફોર વહીલ ગાડીઓ ભરી સુરત લવાતો હોવાની બાતમીના આધારે પોલીસ ઘણા સમયથી વોચમાં હતી. દારૂના હેરાફેરીના આ ધંધાના સૂત્રધારોને ઝડપી પાડવા પોલીસે નાઈટ પેટ્રોલીંગ કામગીરી સાથે બાતમીદારોને એલર્ટ કર્યા હતા. આ દરમિયાન ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રી એસ્ટેટના કંપાઉન્ડમાં પાર્ક ટ્રકમાં લાખોનો દારૂ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાંથી ૩૩૫૦ નંગ દારૂની બોટલ ઝડપાય હતી. દારૂની હેરાફેરી કરનાર ૫ને પોલીસે ઝડપી પાડ્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે, વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમ નાઝીર રહે – દમણ જેને વોન્ટેડ જાહેર કરી તેની સામે ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ),૯૮(૨),૮૧,૧૧૬(બી) મુજબની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts