fbpx
ગુજરાત

સુરતમાં પોલીસે પાર્કિંગમાંથી પાર્ક કરેલ કારમાંથી દારુ ઝડપી પાડ્યો

ડીંડોલી પોલીસે બાતમીના આધારે શ્યામવિલા સોસાયટીમાંથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. પોલીસે ત્યાંથી એક ઇસમની ધરપકડ કરી હતી. અને દારૂ અને કાર મળી કુલ ૨.૭૭ લાખની મત્તા કબજે કરી હતી. જયારે આ ઘટનામાં પોલીસે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

ડીંડોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડીંડોલી શ્યામવીલા સોસાયટી બી/૩ના પાર્કિંગમાં એક કારમાં દારૂ સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો.

ત્યાંથી પોલીસે મુકેશકુમાર રાધેશ્યામ સામરા નામના ઇસમની ધરપકડ કરી હતી. અને કાર અને દારૂ મળી કુલ ૨.૭૭ લાખની મત્તા કબજે કરી હતી.
આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે એક આયુષ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો છે. અને ઝડપાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts