ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને સંગીતા પાટીલના ફોટા હોવાને કારણે સંગીતા પાટીલ સામે પણ કોઈ પ્રશ્ન ઉઠાવવા તૈયાર થતું નથી. કારણકે, સંગીતા પાટીલ સામે વિરોધ કરો તો સીધો સી. આર. પાટીલના રોષનો ભોગ બનવું પડે તે પ્રકારનો ભય જાેવા મળતો હોય છે. જેને કારણે ઝંખના પટેલના સમર્થક કાર્યકર્તાઓ પણ આ બાબતે સ્પષ્ટ બોલવા તૈયાર થતાં નથી.પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જે-તે મત વિસ્તારમાં કોઇ પણ વિકાસના કામ થાય તો તે વિસ્તારના સાંસદ ધારાસભ્ય અને કોર્પોરેટરોને ફોટામાં સ્થાન આપવામાં આવતું હોય છે. આ વિસ્તારમાં ખૂબ જ ઓછો એવો વોર્ડ છે કે જે લિંબાયત વિધાનસભામાં આવે છે અને વધુ ચોર્યાસી વિધાનસભા એટલે કે ઝંખના પટેલના મત વિસ્તારના છે છતાં પણ માત્ર સી આર પાટીલ અને સંગીતા પાટીલના ફોટા મુકાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના નેતાઓમાં આંતરિક ખેંચતાણ સતત વધી રહી હોય તેવું લાગે છે. કોઇપણ કામના મંજૂરીને લઈને યશ ખાટી લેવા માટેની જાણે હોડ લાગી છે.
પરવત પાટિયા ડુંભાલ વિસ્તારમાં આવેલા માધવબાગ સોસાયટી પાસે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ માટે ૪ કરોડ ૧૨ લાખ રૂપિયા ફાળવવામાં આવતા ભાજપના નેતાઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. માધવબાગ સોસાયટી જે વિસ્તાર છે તે ચોર્યાસીના ધારાસભ્ય ઝખના પટેલના મત વિસ્તારમાં આવે છે. ડુંભાલ પરતપાટીયા વિસ્તારના મોટાભાગનો વિસ્તાર ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં આવતો હોવા છતાં પણ ભાજપના જે પોસ્ટર દેખાઈ રહ્યા છે તેમાં ઝંખના પટેલને બદલે સંગીતા પાટીલ નો ફોટો મુકવામાં આવ્યો છે. જેથી કાર્યકરોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠઆવ્યાં છે.પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે સંગીતા પાટીલના લિંબાયત મત વિસ્તાર કરતાં વધારે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર આવે છે. છતાં પણ જાણે ઝંખના પટેલની અવગણના કરીને માત્ર સંગીતા પાટીલ નો ફોટો મૂકી દેવાયો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિંમત બેલડીયા દ્વારા ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં તેમણે કોઈપણ ધારાસભ્ય નો ઉલ્લેખ કર્યા વગર ગર્ભિત રીતે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ધારા સભ્યને ભૂલાયા હોય તેવું લખ્યું છે. તેમના સિવાય ડુંભાલ પર્વત પાટિયા મતવિસ્તારમાં ઝંખના પટેલ ના સમર્થક કાર્યકર્તાઓમાં પણ આંતરિક રોષ જાેવા મળી રહ્યો છે પરંતુ પાર્ટીના પ્રોટોકોલ અને શિસ્તના કારણે કોઈ જાહેરમાં બોલવા તૈયાર થઈ રહ્યું નથી પરંતુ આંતરિક ગણગણાટ ખૂબ મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે.
Recent Comments