ક્રાઈમ બ્રાન્ચે ડીંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ નજીકથી કુખ્યાત પ્રિન્સ ઉર્ફે રવિ મહેન્દ્રસીંગ રાજપુતને ઝડપી પાડી દેશી બનાવટની પિસ્ટલ અને બે કાર્ટિસ કબ્જે કરી છે. પાંડેસરાની કુખ્યાત પ્રવિણ રાઉત ગેંગનો સાગરીત પ્રિન્સ ઉર્ફે રવિએ વર્ષ ૨૦૦૭માં ગુનાખોરીની દુનિયામાં પગ મુકયો હતો. વર્ષ ૨૦૧૧ થી પ્રિન્સ લાજપોર જેલમાં હતો જે વર્ષ ૨૦૨૩ માં ઓકટોબર મહિનામાં જામીન મુક્ત થયો હતો. સુરતની જેલમાં તેની બે વખત મારામારી થઇ હતી..
પ્રિન્સ જેલમાંથી જામીન મુક્ત થયો હતો જેની પાસે હથિયાર હોવાની પોલીસને માહિતી મળતા તેની ફરી ધરપકડ કરવામાં આવી છે.પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. પ્રિન્સ વિરૂધ્ધ સુરત જિલ્લાના કડોદરા, બારડોલી ઉપરાંત સુરત શહેરના પાંડેસરા, વડોદરાના કારેલીબાગ તથા વતન યુ.પીના ગાજીપુરના કરંડા પોલીસ સ્ટેશનમાં લૂંટ વીથ મર્ડર, ધાડ, હત્યાની કોશિષના અને આર્મ્સ એક્ટના અબેક ગુનાઓ નોંધાયેલા છે.
Recent Comments