સુરતમાં પ્રવેશતા પહેલા સાવધાનઃ ૭ દિવસ હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે
સુરતમાં વકરી રહેલા કોરોનાના કેસને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એકદમ એલર્ટ થઈ ગયુ છે. સુરતમાં પરપ્રાંતમાંથી પ્રવેશનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવાનો આદેશ સુરત મહાનગરપાલિકાએ જાહેર કર્યો છે. તો સુરતમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આદેશ કર્યો છે.
સુરતમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર કોરોના ટેસ્ટીગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં જે લોકો કોરોના પોઝીટીવ હોય તેમણે ફરજીયાત સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેશન, હાઈવેના મુખ્ય માર્ગ સહીતના સુરતમાં પ્રવેશદ્વાર સમા વિસ્તાર અને સ્થળોએ બહારગામથી આવનારાઓના કોરોના ટેસ્ટીગ કરવામા આવશે. સુપર સ્પ્રેડર બની શકે તેવા સ્થળોને બંધ કરાવી દેવામાં આવ્યા છે.
સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં ૧૯૨ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ ૭ દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં ૭ દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના ર્નિણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. આમ, સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા. ત્યારબાદ શહેરના તમામ બાગ બગીચાઓ, શાંતિકુંજ બંધ કરાયા છે. પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ લોકો માટે બંધ કરાયા છે.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાને કારણે કન્ટેનમેન્ટ ક્લસ્ટરની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં વધારો થયો છે. હાલ શહેરમાં ૧૨૫૦ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. અને ૨૯૪૧૦ ઘરોને ક્લસ્ટર કન્ટેનમેન્ટમાં મુકાયા છે. ૧,૧૯,૪૭૬ વ્યક્તિઓ પણ કોરેન્ટાઈન હેઠળ છે. શહેરના અઠવા, રાંદેર ઝોનમાં સૌથી વધુ ક્લસ્ટર કન્ટેનમેન્ટ છે.
Recent Comments