ગુજરાત

સુરતમાં ફરી એક વખત કોર્ટમા જ હુમલો થવાની શક્યતા, સમયસર પોલીસે ૧ ઝડપી લીધો

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અનેક કિસ્સાઓ સુરત શહેરમાં સમયાંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટમા જ હુમલો થવાની શક્યતા હતી. પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા.

ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી ૧ આરોપીને પકડી પાડયો હતો. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી. પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી બે ગેંગના સાગરિતોને પરિસર અને બીજા માળે બાથરૂમમાં સંતાયેલા હથિયાર સાથેના સાગરિતને ઝડપી પાડ્યા છે અન્ય સાગરિતો જે સાથે હતા. તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જેને ઝડપી પાડવા ઉમરા પોલીસ સક્રિય થઈ છે. ૭ થી ૮ માણસો નાસી છૂટ્યા છે.

Related Posts