સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં ર્જીંય્એ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના કાળા બજારીયાઓ પર તવાઇ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મોટી માત્રામાં ગેસના સિલિન્ડર પણ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. સુરત રૂરલ પોલીસે ઉંભેળના સારથી કોમ્પ્લેક્સમાં દોરડા પાડતા અહીંથી ઘરેલુ વપરાશના ૪૦ જેટલા ગેસના બાટલા મળી આવ્યા હતા.
પોલીસને ગેસના સિલિન્ડર ઉપરાંત ગેસ રીફિલિંગ કરવાના સાધનો સહિત કુલ ૫.૩૦ લાખના મુદ્દામાલ સાથે ૩ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ આ સિલિન્ડર કામરેજ તાલુકાના સેવણી ગામના ડેપો પરથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મંકેશ્વર ઉર્ફે મોન્ટુ પાંડે, સંજય રાજપૂત, રાજાસિંગ અજયસિંગ એમ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.આ ઉપરાંત સિલિન્ડર લાવી આપનાર જમશેદ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
Recent Comments