fbpx
ગુજરાત

સુરતમાં ફરી કોરોનાના ધજાગરા ઉડાવી જન્મદિન ઉજવાયો

સુરતના લિંબાયતના કુમારનગરની મકાનની એક ટેરેસ પર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન પર ડાન્સ કરી પોલીસને પડકાર આપતા જન્મ દિવસની ઉજવણી કરી હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું છે. વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતા યુવાનો નશામાં હોવાની વાત પણ સામે આવી રહી છે. પાર્ટી અભી બાકી હે.. ની બૂમો રાત્રીના અંધારા લાગી હતી. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે છલકાદે જામ જેવા માહોલમાં પાર્ટી ચાલી રહી હતી. અરશદ અવેશ નામના યુવાનની જન્મ દિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડને લઈ લાગતું હતું કે, ચોક્કસ આ પાર્ટી પાછળ કોઈ મજબૂત નેતાનો હાથ હોવો જાેઈએ અથવા માથાભારે ઈસમ હોવો જાેઈએ.

હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મ દિવસની ઉજવણીએ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે. લિંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલાં ભરવા જાેઈએ. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, સરકાર, ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે. તેનો અમલ કોણે કરવો એ તો સ્થાનિક નેતાઓ નક્કી કરે છે. એક ટેરેસ પર એક કિલોમીટર દૂર સુધી સંભળાય એટલા મોટા સાઉડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઉંઘ બગાડી શકે છે. પણ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા એ વિચારવા જેવી વાત છે. પેટ્રોલિંગના નામે માત્ર મજાક થઈ રહ્યો છે. લોકો હવે વધુ અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છીએ.

Follow Me:

Related Posts