fbpx
ગુજરાત

સુરતમાં ફૂટપાથ પર રહેતા પરિવારની માસૂમ બાળાનું અપહરણ, CCTVના આધારે તપાસ શરૂ

બાળકો ત્યજી દેવાની ઘટનાઓની વચ્ચે શહેરમાંથી એક બાળકીને ઉપાડી જવાની ઘટના સામે આવી છે. એમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં બાળકીનું અપહરણ થવાની ઘટના સામે આવતાંની સાથે જ ચકચાર મચી છે. બાળકીનો પરિવાર ફૂટપાથ પર હતો એ સમયે જ તેનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પરિચિત મહિલા દ્વારા જ અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. મહિધરપુરા વિસ્તારના રૂવાળા ટેકરા પાસેથી બાળકીનું અપહરણ થયું છે. પરિવાર ઘણાં વર્ષોથી ફૂટપાથ પર જ રહે છે. ફૂટપાથ પર જ રાત્રે પાથરણાં પાથરીને સૂઈ જતા હોય છે. પરિવારના સભ્યો સવારે જાગીને તેના કામમાં હતા. એ દરમિયાન જ પરિચિત મહિલા જાગી ગયેલી બાળકીને ઉપાડી લે છે.

માતા આસપાસમાં ક્યાંક ગઈ હોવાથી તેની જાણ બહાર જ આ મહિલાએ બાળકીને પોતાની પાસે લઈ લીધી હતી. બાળકીનું અપહરણ થયું હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે બાળકી જ્યારે માતા થોડે દૂર હતી ત્યારે એક મહિલા પોતાની પાસે તેને લઈ લે છે. મહિલા જે દેખાઈ રહી છે તે પરિચિત હોવાનું સામે આવી રહ્યું છે. માતાએ આ પરિચિત મહિલા દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત પોલીસને પણ કહી છે. સીસીટીવીના આધારે ત્રણ વર્ષની બાળકીને શોધવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતાં અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે.માસૂમ દીકરીના અપહરણને બે દિવસ જેટલો સમય થઈ ગયો છે છતાં બાળકીની માતાની આંખનાં આંસુ સુકાવાનું નામ લેતાં નથી.

હાલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. માતા દીકરીને લઈને તથા અન્ય સંતાનોને લઈને ચિંતિત છે. આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતાં આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે બાળકીની માતાએ પોલીસ મથકે આવી હતી. આ સમગ્ર બનાવની જાણ કરી હતી, જેથી આ સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકીની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જાેડાઈ છે.

Follow Me:

Related Posts