સુરત ના રાંદેર વિસ્તાર માં ચોરી ની ઘટના સામે આવી હતી..જ્યાં બંધ મકાનમાંથી 9.89 લાખની ચોરી ની ઘટના સામે આવી હતી..સિંચાઇ ખાતાના નિવૃત એન્જિનીયર નોઇડા ખાતે રહેતા પુત્રને ત્યાં રહેવા ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ નકુચો તોડી ચોરી ને અંજામ આપ્યો હતો.. સુરત માં થોડા દિવસો થી તસ્કરો તરખાટ મચાવી રહયા છે..તેવામાં સુરત ના રાંદેર રોડના રામનગર સ્થિત ગોકુલ રો હાઉસમાં ચોરી ની ઘટના સામે આવી હતી.. અશોક કુમાર શર્મા ગોકુળ રો હાઉસ માં રહે છે જે પોતે સિંચાઈ ખાતા ના નિવૃત એન્જીનીયર છે તેઓ મકાન બંધ કરી નોઇડા ખાતે નોકરી કરતા એન્જિનીયર પુત્ર વિક્રમ અને તેની પત્નીને મળવા ગયા હતા. દરમિયાનમાં 11 સપ્ટેમ્બરની મધરાતે તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ બેડરૂમનો સામાન વેરવિખેર કરી કબાટની તિજોરી તોડી તેમાંથી પુત્ર વિક્રમ અને પુત્રવધુ ના લગ્ન વખતના સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 9.39 લાખના દાગીના અને રોકડા રૂ. 50 હજાર મળી કુલ રૂ. 9.89 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે ઘરનો નકુચો તૂટેલો નજરે પડતા પડોશીએ તુરંત જ અશોકભાઇને જાણ કરતા તેઓ નોઇડાથી પત્ની અને પુત્ર સાથે સુરત દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસ ને જાણ કરતા રાંદેર પોલીસ દોડી આવી હતી.અને ચોરી ની ઘટના ને પગલે તપાસ શરૂ કરી.હતી
Recent Comments