સુરતમાં બાળકને ટ્યુશનથી ઘરે જતાં ડમ્પર સાથે હાથડતા મોત થયું
સુરત ના પાલ વિસ્તારમાં જંગલી રીતે દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પાલ પોલીસના પી.આઈ.એલ. ગાધેએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે.
ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભારે વાહનોના અકસ્માત બાદ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરો પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે ચાલુ તેની પણ તપાસ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જીજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ મથોલીયા પરિવાર સાથે રહે છે. તે બાંધકામનું કામ કરીને તેના પરિવારને ટેકો આપે છે
અને તેને એક પુત્ર છે, વેદાંત ેં.ફ.૧૩. ગૌરવપથ રોડની એલ.પી. સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતો વેદાંત પ્રિન્સ એકેડમી, બેલ્જિયમ હબ, ગૌરવપથ રોડ ખાતે ટ્યુશન માટે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો. વેદાંત લગભગ ૩.૩૦ વાગ્યે પાલ ગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ ચાર રસ્તા પર પહોંચ્યો. ત્યારે ડમ્પર ટ્રક ના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી હંકારી વેદાંતની સાયકલ સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. વેદાંતને જમણી જાંઘમાં ઈજાઓ અને કપાળ પર ઉઝરડા સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જમણા પગની જાંઘમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિગ્નલ બંધ હોવા છતાં ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે. દરમિયાન, વેદાંત જે સિગ્નલ પર ઉભો છે તે ખુલ્લો હોવાથી તે તેની સાયકલ લઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક ડમ્પર ચાલકે આવીને તેને ફૂટબોલની જેમ ફેંકી દીધો હતો. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. થોડા કલાકોમાં જ પાલ પોલીસે ડમ્પરના ચાલકને પકડી લીધો હતો.
Recent Comments