fbpx
ગુજરાત રાષ્ટ્રીય

સુરતમાં બાળક ન થતાં બાળકીનું અપહરણ કર્યું

સુરતના ભટારના શ્રમ વિસ્તારમાં શનિવારે નિસંતાન પડોશી મહિલાએ બાજુમાં રહેતી અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેનું અપહરણ કરીને રસ્તામાં તેના પ્રેમીને બોલાવી સોંપી દીધી હતી. આ અપહરણ કેસમાં ખટોદરા, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસ અને એસઓજી, ડીસીબી સહિતના ૧૨૫ પોલીસ જવાનોએ સતત ૮ કલાકની શોધખોળના અંતે રવિવારે બાળકીને પાંડેસરાથી શોધી કાઢી હતી. બાળકીને આરોપી મહિલા અને તેના પ્રેમી પાસેથી મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બાળકીના પરિવારે પોલીસને પાડોશી મહિલા બાળકીને દત્તક લેવાની વાત કરતી હોવાની વાત કરી હતી.

જેના આધારે ખટોદરા પોલીસે પાંડેસરાથી ૩૬ વર્ષીય સંગીતા ભૈયાલાલ ગુપ્તા (ઇન્દિરા નગર,ભટાર) અને તેના પ્રેમી ૪૧ વર્ષીય રાઘવેન્દ્ર યોગેશ રાજપુતને ઝડપી પાડ્યા હતા. મહિલા નિસંતાન હોવાથી આ બાળકીને અવર નવર રમાડવા લઈ જઈ હતી. મહિલાએ શનિવારે બાળકીને રમવાના બહાને અપહરણ કરી તેના પ્રેમી રાઘેન્દ્રસીંગને બોલાવી બાળકીને આપી દીધી હતી. પ્રેમી બાઇક બાળકીને બેસાડી પાંડેસરામાં તેના ઘરે લઈ ગયો હતો. મહિલા બાળકીનું અપહરણ કરી ૩-૪ દિવસ પછી ભટારમાં જે જગ્યાએ પતિ સાથે રહેતી હતી ત્યાંથી પતિને છોડી પ્રેમી સાથે ભાગી બાળકીને લઈને રહેવાનો પ્લાન હતો. મહિલાનો પતિ કડિયાકામ કરે છે.

Follow Me:

Related Posts