fbpx
ગુજરાત

સુરતમાં બુટલેગરની દાદાગીરી કેમેરામાં કેદઃ જમવા બેઠેલા વિદ્યાર્થીને માર્યો માર

સુરતમાં બુટલેગરની દાદાગીરી સામે આવી છે. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. સીસીટીવીમાં જાેઈ શકાય છે કે બુટલેગર હૉટલમાં જમવા બેઠેલા વિદ્યાર્થીને માર માર્યો રહ્યો છે. આ દરમિયાન તે પોતાની કમરમાંથી છરી કાઢીને વિદ્યાર્થીને બતાવતો નજરે પડે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે બે લોકો વિદ્યાર્થીને ધોલ મારી રહ્યા છે. એવું પણ જાેઈ શકાય છે કે વિદ્યાર્થીની સાથે બેઠેલા અન્ય બે લોકોને પણ બૂટલેગર તમાચા મારી રહ્યો છે. આ કેસમાં પોલીસે પીડિત વિદ્યાર્થીની ફરિયાદ ન નોંધી હોવાનું માલુમ પડ્યું છે. સુરતમાં ફરી એક વખત બુટલેગરની દાદાગીરી સામે આવી છે.

સાજન નામના બુટલેગરે દારૂના અડ્ડાનો વીડિયો ઉતાર્યો હોવાનો વહેમ રાખીને વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીને એક હોટલમાં માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન બુટલેગરે છરી પણ બતાવી હતી અને વિદ્યાર્થીને ધમકાવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે સાજન નામના બુટલેગર સામે અનેક ગુના નોંધવામાં આવી ચુક્યા છે. બુટલેગર ચાર વખત પાસામાં પણ જઈ આવ્યો છે. આ બનાવ ૨૭મી જાન્યુઆરીના રાત્રે ૧૦.૨૨ વાગ્યાનો હોવાનું સીસીટીવી પરથી લાગી રહ્યું છે. જેમાં જાેઈ શકાય છે કે એક વ્યક્તિ ટોપી પહેરીને આવે છે અને હોટલમાં જમવા બેઠેલા વિદ્યાર્થી સાથે હાથ મિલાવે છે.

આ દરમિયાન બીજાે એક વ્યક્તિ આવે છે અને વિદ્યાર્થીને એક તમાચો મારે છે. વિદ્યાર્થીના ટેબલ પર બેઠેલા અન્ય બે યુવકોને પણ બૂટલેગર એક એક તમારો મારે છે. આ દરમિયાન ટોપી પહેરેલો વ્યક્તિ પણ વિદ્યાર્થીને તમાચો મારે છે. બીજી તરફ અન્ય વ્યક્તિ સતત વિદ્યાર્થીને ધોલ મારી રહ્યો છે. આ દરમિયાન બૂટલેગર વિદ્યાર્થીને છરી પણ બતાવી રહ્યો છે. અંતમાં તે વિદ્યાર્થીને પોતાની સાથે આવવા કહે છે. જે બાદમાં તમામ લોકો બહાર નીકળે છે.

Follow Me:

Related Posts