સુરતમાં બૂટલેગરો – ગેમ્બલરો વચ્ચે અથડામણ, પિતા અને બે પુત્રે માથાભારેના હાથના કાંડા કાપી નાખ્યા
સુરતમાં ફરી એક વખત ગેંગવોરનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચે થયેલી ગેંગવોરમાં માથાભારે યુવકના બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા છે. સુરતના માથાભારે છાપ ધરાવતા અન્નુના ભાઈ ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્નુના ભાઈના બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા હતા. સલાબતપુરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં માન દરવાજા ખાતે ગેંગવોર સામે આવી છે. બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચેની ગેંગવોરમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક યુવકના કાંડા કાપી નાખવામાં આવ્યા છે.
સુરતના માન દરવાજા ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. કાનજી ઉર્ફે કાનો મેઘજી ગીલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાહુલ અને રાહુલ ઉર્ફે વડાપાઉં દ્વારા તલવાર ઝીંકવામાં આવી હતી. માન દરવાજા ખાતે ગેમ્બલર છાપ ધરાવતા બાપ-દીકરા હુમલો કરી ભાગી છૂટ્યા હતા. આ જીવલેણ હુમલામાં અન્નુના નાનાભાઈ રોનીના બંને કાંડા કાપી નાખવામાં આવ્યા હતા. તલવાર વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા રોનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
બનાવ અંગે પોલીસને જાણ થતાં સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ, રોનીના મિત્ર કોમલ ઢક્કનના રૂપિયા બાબતે રોની અને રાહુલ વડાપાઉં વચ્ચે રકઝક થઈ હતી, જેની અદાવત રાખી કાનજી અને તેના બે પુત્ર રોહિત તથા રાહુલે તલવારના આડેધડ ઘા માર્યા હતા, જેમાં રોનીના બંને હાથના કાંડા કપાઈ ગયા હતા.
સલાબતપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી માન દરવાજા ખટોદરા કોલોની ખાતે બનેલી ગેંગવોરની ઘટનામાં પોલીસે કુલ ત્રણ જણની ધરપકડ કરી છે. તલવાર વડે રોનીના હાથના કાંડા કાપી દેવાયા બાદ ઘટના અંગે તેના સંબંધી બંટી પટેલે ફરિયાદ નોંધાવી હતી. બંટી પટેલની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ગિલાતર પિતા-પુત્રોની ધરપકડ કરી છે. તલવાર વડે હુમલો કરીને નાસી છૂટ્યા બાદ પોલીસે કાનજી ઉર્ફે કાનો મેઘજી ગીલાતર અને તેના બંને પુત્રો રોહિત અને રાહુલ વડાપાઉંની સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments