શહેરના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં લારીચાલક યુવકનું મોત નિપજ્યું છે. પૂરપાટ ઝડપે આવતી કારે શાકભાજીની લારી લઇને જતાં યુવકને ટક્કર મારી હતી. જેમાં યુવક હવામાં ફંગોલાઇને રસ્તા પર પટકાયો હતો. જે બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઇ છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઇ છે. જેમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે પૂરપાટ ઝડપે આવતાં કારચાલકે લારીવાળા યુવકને ટક્કર મારી હતી. ટક્કર લાગતા યુવક લારી સાથે રોડ પર ફંગોળાયો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થયો હતો.
અંકિત ગુપ્તા નામનો ૨૨ વર્ષીય યુવક શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ડીંડોલી પોલીસે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી છે. પ્રાથમિક તપાસમાં કારનો માલિક મૂળ ભાવનગરના પાલિતાણાનો રહેવાસી હોવાનું, જ્યારે કાર વલસાડ પાર્સિંગની હોવાનું ખુલ્યું છે. બીજી બાજુ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ૨ લોકોના મોત નિપજ્યાં છે. ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના મોત નિપજ્યાં હતાં. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
Recent Comments