સુરત શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકે એકનો ભોગ લીધો છે. ભાઠેના સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર નજીક ટ્રકની અડફેટે આવતા મોપેડ સવારનું મોત નિપજ્યું છે. બેફામ દોડતા ટ્રકે મોપેડને પાછળથી એટલી જાેરથી ટક્કર મારી કે, ૨૮ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
સુરતમાં બેફામ દોડતા ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું

Recent Comments