સુરતમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત જેવી ઘટના બનતા રહી ગઇ છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે. સુરતના કિમ ચાર રસ્તા નજીકની આસ્થા હોસ્પિટલ પાસે બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી. જે પછી ટેમ્પો ચાલકે અદાવતમાં ટોળા પર ટેમ્પો ચઢાવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જાે કે કેટલાક લોકોને નાની મોટી ઇજા પહોંચી છે. આ અકસ્માતના ભયજનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સુરતમાં બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો

Recent Comments