fbpx
ગુજરાત

સુરતમાં બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈદમણની મહિલા હોમ ગાર્ડના પતિ સાથે બાજુમાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતા

સુરતના સરથાણા જકાતનાકા ખાતે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મહિલાના પતિના બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. દમણની મહિલા હોમ ગાર્ડ ઉષાબેનના પતિ સાથે જાગૃતિબેનના પ્રેમ સંબંધ હતા. પાડોશમાં રહેતી બન્ને મહિલાઓ એકમેક સાથે ઝઘડી પડી હતી. આ મામાલે પોલીસે જાગૃતિ નામની મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. ઉષાબેન નામની મહિલા દમણ હોમગાર્ડમાં નોકરી કરતી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર હોમગાર્ડમાં નોકરી કરતી ઉષા નામની મહિલાના પતિને તેની બાજુમાં રહેતી જાગૃતિ સાથે પ્રેમ સંબંધ હતો. આ ઘટનાની જાણ થયા બાદ ઉષા અને જાગૃતિ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. સામે આવેલા વીડિયોમાં મહિલાઓ બેફામ ગાળો પણ બોલી રહી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસમાં હુમલા પાછળનું કારણ સામે આવ્યું છે. ઉષા નામની મહિલાના પતિના જાગૃતિ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ મહિલા હોમગાર્ડ ઉષાને થઈ હતી. ત્યારબાદ ઉષાએ પાડોસમાં રહેતી જાગૃતિ નામની મહિલાને ઘરે જઈ મારામારી કરી હતી. ઉષાએ જાગૃતિ નામની મહિલાને ઢોર માર મારતા તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. પોલીસે જાગૃતિની ફરિયાદના આધારે ઉષા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts