સુરત શહેરના બેગમપુરા કડિયા શેરીમાં બે માળનું મકાન ધરાશયી થયું છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધનું મોત નિપજયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ધરાશાયી થયેલું મકાનવ ૭૦ વર્ષ જૂનું હતું. ઘટનાને લઇ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાન ઉતારવાની કામગીરી શરૂ હતી. આ ઉપરાંત મેયર સહીત અને તેમની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી.
સુરતમાં બે માળનું મકાન ધરાશાયી થતા એકનું મોત


















Recent Comments