ગુજરાત

સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનાં કેસમાં ફાંસીની સજા

સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારે જજે ફાંસીની સજા સંભળાવી છે. સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપી ઈસ્માઈલ યુસુફને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. સુરતમાં બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ છે. આરોપી ઈસ્માઈલ યુસુસેફ બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહુ, તેણે બાળકીની સાથે દુષ્કર્મ કરી પેટ પર બચકાં ભરી ક્રુરતા આચરી હતી. ત્યારે ઈસ્માઈલ યુસુફને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આરોપીના મોબાઈલમાંથી ૨૦૦ જેટલા અશોભનીય અને બિભત્સ ફોટા પણ તપાસ દરમિયાન મળી આવ્યા હતા. તેણે નાના બાળકોની હત્યા અંગે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. આ કેસમાં ૧૧ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. તો ૮૫ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. ગુનાના કામે ૪૮ સાક્ષી તપાસાયા હતા. કુલ ૪૩૧ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી.

Related Posts