fbpx
ગુજરાત

સુરતમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોરોના ગાઇડલાઇનની ઐસી-તૈસી કરી

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નીતિઓમાં થોડી છૂટછાટ આપતાની સાથે જ ફરી એકવાર નેતાઓ પોતાના કાર્યક્રમો આપવાના શરૂ કરી દીધા હોય તેવું લાગે છે. કોરોના સંક્રમણ માટે ભીડ એકત્રિત થવું જાેખમકારક હોવા છતાં પણ નેતાઓ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે આ પ્રકારની લાપરવાહી વર્તતા હોય છે. ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરોએ લોકોના ટોળાં માસ્ક વગર એકત્રિત કરીને નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતાં.

સુરતમાં સચિન વોર્ડ આભવા વોર્ડ નંબર ૩૦માં યુવા મોરચા દ્વારા કરાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતાં. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નહોતું આવ્યું. સાથે સાથે માસ પહેરેલા પણ કોઈ કાર્યકર કે નેતાઓ જાેવા ન મળ્યા,તે ખૂબ જ ગંભીર બાબત છે. યુવા મોરચા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં ભીડ એકત્ર થઈ હતી. યુવા મોરચાના કાર્યકર્તાઓ જાણે કોરાના ભૂલી ગયા હોય તે રીતે એકત્રિત થઈ ગયા હતાં.

કોરોના સંક્રમણની પહેલી લહેર બાદ બીજી લહેર દરમિયાન નેતાઓ જે રીતે જાહેર સભા, પ્રચાર કર્યા હતાં. તેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવામાં આવી હતી. જે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કેટલાક મહત્વના કારણો પૈકી ની એક માનવામાં આવે છે. હજી તો મીની લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts