fbpx
ગુજરાત

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે ૩૩ સેન્ટર પર જ જ્યારે ૧૨૦ સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે ૧૦ સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. ૨ સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે ૧૩ સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે ૧૭૮ જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. જાેકે, કેસ કોરોના કેસ ૧૦ની નીચે રહેતા થોડી રાહત છે. ગત રોજ શહેર જિલ્લામાં ૩ કેસનો વધારો થયો છે. જેથી કોરોના કેસનો આંકડો વધીને ૧,૪૩,૯૬૨ થયો છે. આ સાથે જ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે.

આજે ૧૭૮ સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.ઘરે ઘરે જઈને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં ૦૩ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ ૦૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૩૯૬૨ થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૬ થયો છે. આજે શહેરમાંથી ૦૫ અને જિલ્લામાંથી ૦૦ સહિત ૦૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૧૪૧૮૦૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪૨ થઈ છે.

Follow Me:

Related Posts