સુરતમાં મહારાષ્ટ્રથી ‘સંક્રમિતો’નાં ધાડેધાડાં આવે છે એની કોઈ રોકટોક નહીં
સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં વેપાર-ધંધાને સ્વૈચ્છાએ બંધ કરવા તંત્ર અપીલ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ, મહારાષ્ટ્ર સહિત બહારથી ટ્રેનમાં આવતા મુસાફરોથી ફેલાતું સંક્રમણને રોકવા વહીવટી તંત્ર કેટલું સક્રિય છે એની વાસ્તવિકતા જાણીને તમને આશ્ચર્ય થશે. સુરતમાં મહારાષ્ટ્રથી આવતા મુસાફરો મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ઉપર જાેવા મળે છે. જાેકે ત્યાં ટેસ્ટિંગની કામગીરીમાં મોટી ક્ષતિ સામે આવી છે. હજારો મહારાષ્ટ્રથી આવનારા મુસાફરાનાં ટેસ્ટિંગને લઈને મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઉધના સ્ટેશન ઉપર ત્રણ ગેટ આવેલા છે, માત્ર એક ગેટ પર થોડેઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે.
સુરત રેલવે સ્ટેશન ઉપર છેલ્લા ઘણા દિવસથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ મુસાફરોનો ધસારો એટલી હદે હોય છે કે દરેકનું ટેસ્ટિંગ કરવું અશક્ય બની જાય એવું છે, તેમાં પણ વિશેષ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે કોરોના બેકાબૂ થયો છે ત્યારે ત્યાંથી આવતા લોકો માટે ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ જરૂરી હોવાનું સરકારે જાહેર કર્યું છે, પરંતુ એનો યોગ્ય રીતે અમલ થતો નથી. સુરતના ઉધના સ્ટેશન ઉપર ત્રણ ગેટ આવેલા છે, માત્ર એક ગેટ પર થોડેઘણે અંશે કોરોના ટેસ્ટિંગ માટેની કામગીરી થાય છે. અન્ય ૨ બે ગેટ પર મુસાફરો ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ પણ કોઈને બતાવતા નથી અને ટેસ્ટિંગ પણ કરતા નથી. એમ જ સીધા શહેરમાં પ્રવેશી જાય છે, જે ખરેખર સુરત શહેર માટે ખૂબ જ મોટું જાેખમ છે.
મોટા ભાગે મહારાષ્ટ્રથી ટ્રેનમાં આવનારા મુસાફરો સીધા ઉધના રેલવે સ્ટેશન ઉપર ઊતરે છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ઉધના રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રિયન લોકોની વસતિ ઉધના પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં જાેવા મળે છે, જ્યાં તેમના સંબંધીઓ રહેતા હોય છે, તેથી સુરત રેલવે સ્ટેશન પર ઊતરવાને બદલે તમામ મહારાષ્ટ્રના મુસાફરો ઉધના રેલવે સ્ટેશન ઉપર ઊતરવાનું પસંદ કરે છે. તેથી વહીવટી તંત્રે આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આરોગ્ય વિભાગની ટીમને બેસાડીને ગંભીરતાપૂર્વક તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવું અત્યંત આવશ્યક બની જાય છે.
મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરો આવી રહ્યા છે. એ ખરેખર ખૂબ જ ગંભીર સ્થિતિ છે. અત્યારે પણ સુરત સિવિલ હોસ્પિટલની અંદર મહારાષ્ટ્રના મોટા ભાગના દર્દીઓ જાેવા મળી રહ્યા છે. ત્યારે નંદુરબાર, ભુસાવલ તરફથી આવનારા લોકોનું કોરોના ટેસ્ટિંગ થાય એ ખૂબ જ જરૂરી છે, નહીં તો હજી પણ શહેરની સ્થિતિ આના કરતાં ખરાબ થઇ શકે છે.
Recent Comments